લક્ષણ જોઈને સમસ્યાનું કારણ ઓળખો: ગેપ, પીળાશ, ટીલર્સ ઘટવા કે ધીમો વિકાસ, દરેકના કારણો અલગ હોઈ શકે. સાચા નિર્ણય માટે ફોટો, variety, Plantation date અને stage સાથે સલાહ લો.
| લક્ષણ | સંભવિત કારણો | પ્રથમ પગલું |
|---|---|---|
| ઉગાવામાં ગેપ | નબળા સેટ્સ, ભેજની અછત કે વધારે, જમીનજન્ય નુકસાન | ગેપની જગ્યાએ તપાસ; જરૂર હોય તો gap filling |
| પાન પીળા પડવા | પાણીની ખેંચ કે ભરાવો, પોષણની ખામી, જીવાત | ભેજ અને નિતાર તપાસો, પછી પોષણ/જીવાતની તપાસ |
| ટીલર્સ ઘટવા | પાણીનો તણાવ, ગીચતા, પોષણ અસંતુલન | પિયત અને પોષણનું stage પ્રમાણે આયોજન |
| ધીમો વિકાસ | કઠણ જમીન, ઓછું પોષણ, રોગ-જીવાત | જમીન અને root zoneની સ્થિતિ તપાસો |
| સાંઠા સુકાવા / કીડા દેખાવા | વેધક જેવી જીવાત | નિષ્ણાતની સલાહથી યોગ્ય નિયંત્રણ |
સલાહ માટે શું મોકલવું?
- સમસ્યાનો સ્પષ્ટ ફોટો (ખેતર અને છોડ બંનેનો)
- Variety અને Plantation date
- હાલની crop stage અને છેલ્લું પિયત
- અત્યાર સુધી આપેલા ખાતર / દવા
આ માહિતી WhatsApp પર 99787 91167 પર મોકલો.
વારંવાર પૂછાતા પ્રશ્નો
શેરડીમાં પાન પીળા કેમ પડે છે?
પાણીની ખેંચ કે ભરાવો, પોષણની ખામી અથવા જીવાત જેવા અનેક કારણો હોઈ શકે; પહેલા ભેજ અને નિતાર તપાસો, પછી ફોટા સાથે સલાહ લો.
સલાહ માટે કઈ માહિતી જોઈએ?
ફોટો, variety, Plantation date, હાલની stage, irrigation અને અત્યાર સુધી આપેલા ખાતર/દવા.
*આ માહિતી સામાન્ય માર્ગદર્શન અને current program guidance છે. પરિણામો જમીન, variety, પાણી, હવામાન અને management પ્રમાણે બદલાઈ શકે છે; કોઈ પણ પરિણામ guaranteed નથી. ખેતરની સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ માટે Call કરો.
તમારી શેરડી માટે સીધી સલાહ જોઈએ છે?
તમારી હાલની crop stage (Plantation, પ્રથમ પિયત, Herbicide, 2–4 leaves) જણાવો અને program વિશે જાણો.